૨૦. રમૂજ: લગાડવા જેવો ચેપ!

સામાન્ય માણસ માટે જિંદગી અવશ્ય એક જંગ છે. દરેક ક્ષેત્રે એણે તીવ્ર સ્પર્ધાનો સામનો કરવાનો હોય છે. સતત એણે સંઘર્ષમાંથી પસાર થવાનું હોય છે. પરંતુ એ સંઘર્ષ જયારે ભારણ બની જાય ત્યારે એ કપરો લાગે છે. હળવાશ બધી જ સ્પર્ધાઓને અને બધા જ સંઘર્ષને સરળ બનાવી દે છે.