લીલો ઉજાસ – ભાગ – ૨ પ્રકરણ – ૮ મિ. નટવરલાલને ખુલ્લી ચેતવણી

દીક્ષા લેવાનો નિર્ણય સહજ બને તે માટે સોનલ રાહ જોવાનું વિચારે છે. તેને કોઈ બળજબરીથી નિર્ણય કરવો નથી. પંકજે મનીષાને કરેલા નનામા ફૉન માટે તેને પાઠ પણ ભણાવ્યો. પણ તેના પિતા એક વગદાર વ્યક્તિ હોવાથી ફરીથી કોઇ હેરાનગતિ ન થાય તે માટે સોનલ નટવરલાલને જઈને સમજાઈ આવી.

લીલો ઉજાસ ભાગ -૨ પ્રકરણ – ૭ ચીન, ફેશન ટેકનૉલૉજી અને પૂર્વજન્મ

સોનલ ચીનની મુલાકાતના અનુભવો વર્ણવે છે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે ફેશન ટેકનૉલૉજી વિષય પરનો વાર્તાલાપ અસરકારક રહ્યો. ગુરુ લી ચાંગ સાથેની મુલાકાતમાં સોનલના પૂર્વજન્મ વિશે એક રહસ્ય આમે આવ્યું. બૌદ્ધ ધર્મ તરફનું પ્રયાણ નિશ્ચિત બનતું જતું હતું.

લીલો ઉજાસ – પ્રકરણ – ૨૪ – નનામા ફૉનથી પરેશાન મનીષા

૨૪મા પ્રકરણમાં મનીષાને લાગી રહ્યું હતું કે, સોનલ એને માટે અવલંબન બની રહી છે. નયન સાથેની મુલાકાતમાં એ પ્રેમમાં છે, તેની જાણ થઈ, પણ એ મનીષા જ છે એવું ન કહ્યું. મનીષા પર રોજ કોઈ નનામા ફૉન આવતા હતાં, તેનાથી તે ખૂબ પરેશાન થઈ ગઈ હતી. સોનલ ચીનની યાત્રાએ જઈને પરત આવી.