૯. પ્રકૃતિની ગોદમાં સુખથી છલકતું ગામ – સુખપુરા

સુખપુરા ગામની મુલાકાતે પ્રેમ અને આનંદનો અનુભવ કરાવ્યો તો જીવનની અસલી ઓળખાણ પણ કરાવી. ખેડૂતને જગતનો તાત કેમ કહે છે, તેનો બોધ થયો. પ્રત્યેક નાગરિકને છ મહિના લશ્કરની અને છ મહિના ખેતીવાડીની તાલીમ ફરજિયાત આપવી જોઈએ, જેથી તે દેશ અને અન્નનું મહત્ત્વ સમજે, તેના પ્રત્યે સંવેદનશીલતા કેળવે અને તેનો બગાડ થતાં અટકાવે.

સ્વામી અમન અને એમના માતૃશ્રી શ્રી જયાલક્ષ્મી સાથે એક દિવ્ય મુલાકાત

મા જયાલક્ષ્મીનું ૯૧ વર્ષની ઉંમરે એક પણ દવાની ટિક્ડી વગરનું સ્વસ્થ જીવન પોતે જ એક સિદ્ધિ છે.
દેવાંગ રાવલ અદ્ભુત ચિત્રકાર છે. ધ્યાનની પ્રક્રિયામાં ઊંડા ઊતરીને ચિત્રને જન્મ આપે છે.

૭. ઑક્યુરા – આંખોને અજવાળતો આશ્રમ

આમ તો શરીરનું પ્રત્યેક અંગ કે કોષ એની જગ્યાએ મહત્ત્વપૂર્ણ છે, પણ આંખો એટલે શરીરનું અનમોલ રતન. જિંદગીના મોટાભાગના રહસ્યોને આપણી સામે ખોલે, અને વિશ્વને રૂબરૂ સંપર્કમાં રાખે. એની કાળજી અને સારવાર માટે હૉસ્પિટલ પણ રતન હોવી ઘટે.. આવી હૉસ્પિટલ એટલે ઑક્યુરા આઈ કેર હૉસ્પિટલ..

૬. ‘મોહનથી મહાત્મા’ ૧૫૦ મિટર લાંબા ચિત્ર માટે રમેશ હાલારીને વિશ્વ-ઍવોર્ડ

‘મોહનથી મહાત્મા’ ૧૫૦ મિટર લાંબા ચિત્ર માટે
રમેશ હાલારીને ‘હાઇ રેન્જ બુક ઑફ વર્લ્ડ રૅકોર્ડસ’ તરફથી પ્રમાણપત્ર અને સુવર્ણચંદ્રક ગાંધીજયંતીએ એનાયત થયા. ૦૨/૧૦/૨૦૨૦

૫. પ્રજ્ઞા પટેલનું ‘રેવા-ગ્રામ’ – સ્વથી સ્મસ્ત સુધીનું ઉર્જાકેન્દ્ર

‘રેવા-ગ્રામ’ સંસ્થાના ભૂમિપૂજન નિમિત્તે થયેલો અલૌકિક અને દિવ્ય અનુભવ – તા. ૨૬/૦૯/૨૦૨૦

સ્વર્ગના સરનામે પૂ. મમ્મીને પત્ર

પૂજ્ય મમ્મીના દેહાવસાનને આજે તિથિ અનુસાર પાંચ વર્ષ પૂરાં થયાં, પણ આજની જ ઘટના લાગે છે. એક પણ ક્ષણ એવી નથી જતી કે તેનું સ્મરણ થતું ન હોય અને તેની ખોટ વધુ ને વધુ તીવ્ર બનતી ન હોય.
આજે તેને સ્વર્ગના સરનામે પત્ર લખ્યો છે.

૧. મારું કપડવંજ

લખોટીઓ, ભમરડાં, ગિલ્લી દંડા, ક્રિકેટ, કબડ્ડી અને સાયકલ પરની દોડાદોડી બધું જ એકસામટું યાદ આવી ગયું. કાલે મનથી આખા કપડવંજમાં ફરી વળ્યો, શેઠવાડો, પીપળા ખડકી, સલાટવાડો, દલાલવાડો, પાડાપોળ, મહેતા પોળ, નારાયણનગર, કોલેજ રોડ, હરિકુંજ સોસાયટી, રત્નાકર માતાનું મંદિર, સી. એન. વિદ્યાલયના વર્ગખંડો અને ઘણું બધું.