૧૪. ભાવુકતાના ભરડામાં!

પ્રાણી માત્ર ભાવુક હોય છે, એટલે ભાવુક હોવું એ ગુનો નથી. જો પ્રજા ભાવુક ન હોય એ પ્રગતિ જ ન કરી શકે. પરંતુ પ્રજાની ભાવુકતાને ચોક્કસ દિશામાં વાળવાનો પ્રશ્ન મહત્વનો છે. આ દેશની પ્રજાની ભાવુકતાને કારણે જ ગાંધીજીને આઝાદી-આંદોલનમાં સફળતા મળી હતી.

૧૪. મન માગે છે વિચારોનું ઊંજણ!

અસ્પષ્ટ વિચારો એ મોટા ભાગના માણસોની સૌથી મોટી સમસ્યા છે. કોઈપણ બાબતને એનાં હકારાત્મક અને નકારાત્મક પાસાં હોય છે. કેટલાક માણસો વિચારવા બેસે છે ત્યારે એક જ દિશામાં વિચારવા માંડે છે. આને કારણે એમને સાચી અને સ્પષ્ટ દિશા મળતી નથી. વિચારોમાં મોકળાશ એ સ્વસ્થ અને ઉપયોગી વિચારણાની અનિવાર્ય શરત છે.

૧૦. ગુસ્સાનાં વિનાશકારી ઘોડાપૂર!

આપણને ગુસ્સો ક્યારે આવે છે? ગુસ્સો આવ્યા પછી કેટલીય વાર તો પસ્તાવો કરીએ છીએ. આપણે બે જ પરિસ્થિતિમાં ગુસ્સે થતાં હોઈએ છીએ – આપણે ખોટા પડીએ અને બીજાઓ સાચા હોય ત્યારે આપણો અહમ્ ઘવાતાં આપણે ગુસ્સે થઈએ છીએ અને આપણે સાચા હોઈએ ને બીજાઓ આપણી વાત સ્વીકારતાં ન હોય ત્યારે ગુસ્સો આવે છે. એનો અર્થ એ કે, જો આપણે સાચા હોઈએ તો ગુસ્સો કરવાની જરૂર નથી અને ખોટા હોઈએ તો ગુસ્સે થવાનો આપણને અધિકાર નથી.