૩૨. આ પૃથ્વી કોની છે?

આ પૃથ્વી ખરેખર કોની માલિકીની છે? આપણી પાસે કોઈ વારસાઈ સર્ટિફિકેટ નથી કે માલિકીખત પણ નથી. છતાં આપણે એની સાથે એવો વર્તાવ કરીએ છીએ કે જાણે એ આપણને આપણા પૂર્વજો તરફથી વારસામાં ન મળી હોય!

૩૧. ઓઝોનની ચાદર પર ખતરો!

સૂર્યના પ્રકાશમાં આવતાં અધોરક્ત કિરણોમાં આપણી ચામડીને બાળી મૂકવાની તાકાત છે. પરંતુ કુદરતે આપણા બચાવ માટે જ આકાશમાં ઊંચે ઓઝોન વાયુનું કવચ તૈયાર કર્યું છે. ઓઝોનની આ ચાદર અધો રક્ત કિરણોને શોષી લઈને સૂર્યનાં કિરણોને ધરતી પર મોકલે છે.

૩૦. સ્વપ્નનો સોહામણો આકાર!

અમેરિકામાં વસતા એક ભારતીય બલબીર માથુરને ઉઘાડી આંખે એક સપનું આવ્યું, જેમાં એણે સમગ્ર પૃથ્વીને વૃક્ષોથી છવાયેલી જોઈ.
સપનું સાકાર કરવા આ માણસ રીતસર મચી પડ્યો. ‘ટ્રીઝ ફોર લાઈફ’ નામની સંસ્થાની સ્થાપના કરી અને ભારતમાં વૃક્ષો વાવવાનું બીડું ઝડપ્યું.

૨૯. એક ટાપુ પર કયામત!

હવા અને સમુદ્રના પ્રદૂષણને કારણે માલદીવની સીમાઓ સંકોચાતી જાય છે અને દરિયો દિવસે દિવસે ઊંચો ઊડતો જાય છે. ભય તો એવો સેવાય છે કે ૫૦ વર્ષ પછી આખો ટાપુ સમુદ્રમાં ગરક થઈ જશે!

૨૮. એક છરીના બે ઉપયોગ!

છરી વડે શાક સમારીને પેટ ભરી શકાય તો એ જ છરી નિર્દયતાથી કોઈના પેટમાં ઉતારી દઈને કોઈનો જાન પણ લઈ શકાય.
વિજ્ઞાન અને ટેકનોલોજીની આવી જ એક છરી આપણા હાથમાં આવી ગઈ છે. વિજ્ઞાને વિકાસના દરવાજા ખોલી નાંખ્યા છે, દુનિયાને એકદમ નજીક લાવી દીધી છે.

૨૭. કાયદાથી કેટલો ફાયદો?

જંગલોના રક્ષણ માટે આપણે કાયદા કર્યા છે, પરંતુ એનો અમલ જ અધકચરો હોય ત્યાં કાયદાનો ફાયદો શું?
અને તોય હજુ કાયદા કરવાની ઘણી જગ્યા બાકી છે.

૨૬. ટચૂકડા પ્રાણીનો વિકરાળ પંજો!

આપણી કુટેવો, શિક્ષણનો અભાવ, સ્વચ્છતા તરફની ઉપેક્ષા, પર્યાવરણ પ્રત્યેની ઘોર બેદરકારી અને સામાજિક બેજવાબદારીમાંથી મચ્છર જેવું આ પ્રાણી દરરોજ હજારો અને લાખોની સંખ્યામાં જન્મ લીધે રાખે છે.

૨૫. એક સાદો સીધો સવાલ!

માણસનો યુદ્ધખોર સ્વભાવ ધરતી અને પાણીની સીમાઓ વટાવીને આકાશ અને અવકાશ સુધી પહોંચી ગયો છે. છેલ્લાં ૩૦ વર્ષમાં ૮૧ દેશો ૧૦ લડાઈઓ લડી ચૂક્યા હોવા છતાં જાણે હજુ ધરાવો જ થયો નથી. અમેરિકા-ઇરાક યુદ્ધનો નંબર ૧૩૧મો આવે છે. અંતરિક્ષમાં લડાઈ લડવા માટેનાં શસ્ત્રો, લડાયક વિમાનો, રોકેટો અને પ્રક્ષેપાસ્ત્રોના ખડકલા હજુ ય એકબંધ છે.

ર૪. આવતીકાલની ચિંતા આજે!

તોતિંગ મકાનો, બહુમાળી ઈમારતો, રાક્ષસી ઉદ્યોગો, અજગરી સડકો અને ફેફસાં તથા કાનની એરણ પર આક્રમણ કરતાં વાહનોનાં જંગલમાં પ્રકૃતિ તો જાણે ખોવાઈ જ ગઈ છે!
વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસની સાથે આ બધું જ જરૂરી છે. પરંતુ એકને અપનાવવા જતાં બીજું સદંતર ખોઈ બેસવાથી દાખલો સાવ ખોટો નથી પડતો?

૨૩. સ્વાર્થ પણ ઓળખાતો નથી!

જન્મથી મૃત્યુ સુધી સાથ આપતા વૃક્ષનું જતન કરવું એ બાળકને ઉછેરવા જેવી પ્રાથમિક ફરજ હોવા છતાં સ્વાર્થનો માર્યો માનવી કુહાડીઓ આમથી તેમ ફંગોળ્યા કરે છે. જંગલો ઉશેટીને ત્યાં એને ધુમાડા ઓકતી મસમોટી ચીમનીઓનાં સપનાં આવે છે.