૨૨. વિસ્મૃતિ – એક સાહજિક બાબત છે!

સ્મૃતિની બાબતમાં જો દરેક વસ્તુ અને દરેક પળનો અનુભવ એવો ને એવો યાદ રહેતો હોત તો આપણા મગજ પરનો બોજો બેસુમાર વધી જાત અને આપણે એ જીરવી પણ ન શકત. ખરી વાત તો એ છે કે ઘણું બધું યાદ રાખવા માટે કેટલુંક ભૂલી જવું પણ જરૂરી બની જાય છે. યાદ રાખવાની શક્તિનો સદુપયોગ ત્યારે જ થઈ શકે જ્યારે આપણે બિનજરૂરી બાબતોને ભૂલી જઈએ. વ્યવહાર જગતમાં માન-અપમાન અને દુઃખ-સંતાપ જેવી કેટલીક કડવી બાબતોને ભૂલી જવામાં જ સાર છે.