૬૦. આકાશનો વધ

પ્રેમમાં દગો એ પ્રેમના પરિતોષની બિલકુલ વિપરીત સ્થિતિ છે. પ્રેમમાં આખેઆખું આકાશ વરસે છે, તો છેહમાં આકાશનો વધ પણ કરી શકાતો નથી. કૃષ્ણને હવે સાદ સંભળાતો નથી, રાતોની રાતો આંખોમાં ગ્રહણ જેવો અંધકાર મૂકી જાય છે.

૫૯. ફૂલોના પડછાયા!

પ્રેમ જીવનના દુઃખોને સરળ બનાવી દે છે, દુઃખના અહેસાસને નજીવા કરી નાંખે છે. પાસે કશું જ ના હોય તો પણ ધનવાન લાગીએ છીએ. સમગ્ર આકાશ પોતિકું બનીને વરસાદ વરસાવતો હોય તેવી અનુભૂતિ થાય છે.