સમજૂતીઓની ઐસી તૈસી!

દિવ્યેશ પત્રકાર છે. રિપૉર્ટિગ, સબએડીટિંગ, વિજ્ઞાન વિષયક લેખન વગેરેમાં દોઢ દાયકા જેટલો સમય આપેલો છે. ‘જનસત્તા’ દૈનિકમાં ‘નંદનવન’ નામે લખાયેલી કોલમનો આ સંગ્રહ છે.

કેવળ અભિવ્યક્તિ, બીજું કંઈ નહિ …

અહીં જે કંઈ લખાયું છે એને શું કહેવાય એની મને ખબર નથી. કોઈકે કહ્યું કે એ લલિત નિબંધો છે, માની લઈએ, મારે તો એટલું કહેવું છે કે મને વખતોવખત જે કંઈ કહેવાની ઇચ્છા થઈ એ જ બધું આમાં છે. આ મારી અભિવ્યકિત છે એટલું કહેતાં મને સંકોચ નથી થતો. એ કેટલી સુરેખ છે અને કેટલી વાંકીચૂકી છે એ મારે નક્કી કરવાનું નથી.