‘લીલો ઉજાસ’ નવલકથાના બીજા ભાગમાં અને અંતિમ પ્રકરણમાં સોનલ બૌદ્ધ ભિક્ષુણી બની રોહિણી નામ ધારણ કરે છે. તેના ગુરુ લી ચાંગ ચીનમાં નવો આશ્રમ સ્થાપવા માંગે છે, તેઓ ત્યાં તેને બોલાવવા ઇચ્છે છે. મનીષા અને નયન લગ્ન કર્યા પછી સોનલને મળવા આશ્રમ પર આવે છે, સોનલ તેની આત્મકથા તેઓને સોંપી દે છે.
Tag: Jain Dharma
પ્રકરણ – ૧ બૌધ્ધ ધર્મ તરફ આકર્ષણ
‘લીલો ઉજાસ – ભાગ – ૨’માં સોનલની આત્મકથા રજૂ થઈ છે. તેના ૧લા પ્રકરણ – ‘બૌદ્ધ ધર્મ તરફ આકર્ષણ’માં સોનલ તેના મમ્મી – પપ્પા જૈન હોવા છતાં જે રીતે સ્વાર્થી વર્તન કરતાં હતાં અને તે કેવી રીતે જૈન ધર્મથી વિમુખ થતી ગઈ તેની કબૂલાત કરે છે. ધ્યાન અંગત બાબત છે એ વાત તેને સ્પર્શી ગઈ. અને સોનલનું મન પોકારી ઊઠ્યું, ‘બુદ્ધમ્ શરણમ્ ગચ્છામિ’.