૩૨. સપનાંની સૃષ્ટિ – જાગતી અને ઊંઘતી!

સ્વપ્ન એ માનવજીવનની અત્યંત પેચીદી પ્રક્રિયા છે. સ્વપ્નની સદીઓથી મીમાંસા થતી રહી છે. માણસને કેવાં સપનાં આવે છે એનો ઘણો બધો આધાર એના વ્યક્તિત્વ, એની વિચારસરણી, એની આકાંક્ષાઓ અને એની મહત્વકાંક્ષાઓ પર રહેતો હોય છે. હજુ એક ડગલું આગળ વધીને કહેવું હોય તો કહી શકાય કે સ્વપ્નો અને વ્યક્તિનું વિચારતંત્ર પરસ્પરનાં પૂરક બની રહે છે.

૭. સ્ત્રી કોને સમોવડી?

આ સમગ્ર પ્રકૃતિમાં કશું જ નિરપેક્ષ રીતે સ્વતંત્ર નથી. બધે જ પરસ્પરાવલંબન કામ કરે છે. એ ન્યાયે સ્ત્રીને સંપૂર્ણ મુક્ત થઈ જવાની શિખામણ આપવાને બદલે એને પરસ્પારવલંબિત થવાની શિખામણ આપવામાં આવે તે વધુ સાર્થક છે. સ્ત્રી અને પુરૂષ બે સામ સામા ધ્રુવ છે. અને વિજ્ઞાનના નિયમ મુજબ બે સમાન ધ્રુવ વચ્ચે સહ-અસ્તિત્વ સંભવતું નથી. પરસ્પર વિરોધી ધ્રુવ હોવા જ જોઇએ. પ્રાચીન પંડિતોએ સ્ત્રી અને પુરૂષને સંસાર રથનાં બે પૈડાં ગણાવ્યાં છે, એમાં તથ્ય છે.