લીલો ઉજાસ ભાગ -૨ પ્રકરણ – ૭ ચીન, ફેશન ટેકનૉલૉજી અને પૂર્વજન્મ

સોનલ ચીનની મુલાકાતના અનુભવો વર્ણવે છે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે ફેશન ટેકનૉલૉજી વિષય પરનો વાર્તાલાપ અસરકારક રહ્યો. ગુરુ લી ચાંગ સાથેની મુલાકાતમાં સોનલના પૂર્વજન્મ વિશે એક રહસ્ય આમે આવ્યું. બૌદ્ધ ધર્મ તરફનું પ્રયાણ નિશ્ચિત બનતું જતું હતું.

લીલો ઉજાસ – ભાગ ૨- પ્રકરણ -૨ અમારી છોકરી કાબૂમાં નથી –

સોનલ આત્મકથાના બીજા પ્રકરણમાં જણાવે છે કે, મમ્મી-પપ્પા, ભાઈ અને ઘર સાથેની મારી માયા સતત ઓછી થવા લાગી હતી, હું ઘરે આવતી અને બધા સાથે વાત કરતી છતાં મને એવું જ લાગતું કે જાણે હું કોઈ ધર્મશાળામાં આવું છું અને બીજા મુલાકાતીઓ સાથે વાતો કરું છું. મમ્મી – પપ્પાને તો લાગ્યું જ કે આ છોકરી હવે અમારા કાબૂમાં રહી નથી.

પ્રકરણ – ૧ બૌધ્ધ ધર્મ તરફ આકર્ષણ

‘લીલો ઉજાસ – ભાગ – ૨’માં સોનલની આત્મકથા રજૂ થઈ છે. તેના ૧લા પ્રકરણ – ‘બૌદ્ધ ધર્મ તરફ આકર્ષણ’માં સોનલ તેના મમ્મી – પપ્પા જૈન હોવા છતાં જે રીતે સ્વાર્થી વર્તન કરતાં હતાં અને તે કેવી રીતે જૈન ધર્મથી વિમુખ થતી ગઈ તેની કબૂલાત કરે છે. ધ્યાન અંગત બાબત છે એ વાત તેને સ્પર્શી ગઈ. અને સોનલનું મન પોકારી ઊઠ્યું, ‘બુદ્ધમ્‌ શરણમ્‌ ગચ્છામિ’.

લીલો ઉજાસ – પ્રકરણ – ૧૦ લગ્ન થયા હોવા છતાં બંને કુંવારા?

કોઈ પણ વાસ્તવિકતાનો સ્વસ્થ રીતે સામનો કરવામાં જ મજા છે. એનું કારણ એ છે કે, આપણે અસ્વસ્થ થઈએ કે ચિંતામાં પડી જઈએ એથી મૂળ પરિસ્થિતિ તો બદલાતી નથી જ. એમાં આપણી ચિંતા કે અસ્વસ્થતા ભળે છે એથી પરિસ્થિતિ ઓર અઘરી બની જાય છે…..

લીલો ઉજાસ – પ્રકરણ – ૮ – અર્ચનાએ શું હિન્ટ આપી?

સોનલે મનીષાના ઘેર જવાની અને અર્ચનાને મળવાની વાત કરી તથા અર્ચના વિષે સોનલને કંઈક વાત કરી છે એ જાણ્યા પછી સરોજબહેન અને વિનોદિનીબહેનના મનમાં સવાલ થયો કે, ઉદયની આત્મહત્યા અંગે અર્ચના કશુંક જાણે છે એ વાત મનીષા પણ જાણતી હોવી જોઈએ. મનીષા અને સોનલ વચ્ચે અત્યાર સુધી શું વાતચીત થઈ છે એ ખરેખર તો કોઈ… Continue reading લીલો ઉજાસ – પ્રકરણ – ૮ – અર્ચનાએ શું હિન્ટ આપી?

૨૮. તાણ એટલે લાગણીનો ચકરાવો!

તાણ મૂળભૂત રીતે માનસિક બાબત હોવા છતાં મનનો શરીર સાથેનો સંબંધ હરગિજ કપાઈ જતો નથી. સતત માનસિક તાણ શરીર પર વિપરીત અસરો કરે છે અને લાંબે ગાળે અલ્સર, અલ્સરેટીવ કોલાઈટીસ વગેરે જેવા મનોશારીરિક રોગો પેદા કરે છે. આથી તાણ હોય કે ન હોય, શારીરિક સ્વાસ્થ્ય માટે અનિવાર્ય છે, સમયસર ઊઠવું, સૂવું, જમવું વગેરે થોડીક નિયમિતતાઓ સાથે ચાલવું, હળવી કસરત કરવી, પ્રફુલ્લિત રહેવું વગેરે ઉપકારક નીવડે છે.