‘લીલો ઉજાસ’ના ૨૬મા પ્રકરણમાં ઉદયે આત્મ હત્યા કેમ કરી તેના મનોવૈજ્ઞાનિક કારણો સોનલ રજૂ કરે છે. મનીષા પોતાના જીવનમાં સ્વાભાવિક રીતે ગોઠવાતી જાય છે. એક કોચિંગ ક્લાસમાં નોકરીએ પણ જોડાય છે. નયન મનીષા લગ્ન કરવા ઇચ્છે છે કે નહીં તે જાણવા ઉત્સુક છે. મનહરભાઈ મનીષાના પુનર્લગ્ન માટે એવા છોકરાઓની વાત લઈ આવે છે કે, મનીષાનું લગ્ન પરથી મન જ ઊઠી જાય છે.
Tag: Mental Frustration
લીલો ઉજાસ – પ્રકરણ – ૨૫ – તાંત્રિક રતુકાકાની વિધિઓ
૨૫મા પ્રકરણમાં ઉદય અને મનીષા વચ્ચે આવેશમાં બોલચાલના કિસ્સાઓ વધવા લાગ્યા. એવામાં તાંત્રિક રતુકાકાની વિધિ કરાવવા ઉત્સુક ઉદયની લાગણીઓ પર મનીષાએ તર્કનું ઠંડું પાણી રેડી દીધું. હતાશ ઉદયે છેવટે આત્મ હત્યાનું શરણું લીધું.
લીલો ઉજાસ – પ્રકરણ – ૨૧ – તીવ્ર વિષાદની ચુંગાલ
“ભગવાને આપણને આંખો જોવા માટે અને કાન સાંભળવા માટે જ આપ્યાં છે ને? પણ ઘણા માણસો જન્મથી જ આંધળા કે બહેરા નથી હોતા? એ લોકોને કશું જ નહિ દેખાતું હોય કે કશું જ નહિ સંભળાતું હોય? કદાચ એમના જોવામાં અને આપણા જોવામાં કે એમના સાંભળવાના અને આપણા સાંભળવામાં ફેર હશે… પણ એ લોકો ય જીવી તો શકે જ છે ને?”
લીલો ઉજાસ – પ્રકરણ – ૧૮ ઉદયની હતાશ મનોદશા
મોટે ભાગે આવી બાબતોમાં માનસિક કારણો જ જવાબદાર હોય છે. હું તો જેટલું ભણી છું અને જેટલું સમજી છું એમાં મને કશું પકડાતું નથી. પરંતુ આપણે વડોદરા ગયા પછી કોઈ મનોવિજ્ઞાની કે મનોચિકિત્સકને મળીએ અને એની સારવાર લઈએ તો મને ચોક્કસ ખાતરી છે કે પ્રોબ્લેમ વિલ બી ઓવર