તાજી હવામાં નદી કિનારે કે દરિયા કિનારે એક કલાક બેસીએ તો દિવસભરની તાજગી મળે છે. એનાથી તદ્દન ઊલટું ધુમાડિયા વાતાવરણમાં એક કલાક બેસીએ તો દિવસભરનો થાક મળે છે. થાક એ તબીબી દ્રષ્ટિએ માંદગી છે, જેને Fatigue Sickness કહે છે. આપણું સામાન્ય નિરીક્ષણ એવું છે કે માંદગી આવે ત્યારે માણસ ચીડિયો અને ગુસ્સાવાળો બની જાય છે. પર્યાવરણનું પ્રદૂષણ સતત વધતું રહે અને માણસને એ પ્રદૂષણની વચ્ચે જ રહેવાનું થાય ત્યારે એ સતત થાક-માંદગીથી પીડાય એ સ્વાભાવિક છે. આવે વખતે એનામાં ચીડિયાપણું, આક્રમકતા અને ગુનાખોરી ન પ્રગટે તો જ નવાઈ કહેવાય.
Tag: Pollution
૩૨. આ પૃથ્વી કોની છે?
આ પૃથ્વી ખરેખર કોની માલિકીની છે? આપણી પાસે કોઈ વારસાઈ સર્ટિફિકેટ નથી કે માલિકીખત પણ નથી. છતાં આપણે એની સાથે એવો વર્તાવ કરીએ છીએ કે જાણે એ આપણને આપણા પૂર્વજો તરફથી વારસામાં ન મળી હોય!
૩૧. ઓઝોનની ચાદર પર ખતરો!
સૂર્યના પ્રકાશમાં આવતાં અધોરક્ત કિરણોમાં આપણી ચામડીને બાળી મૂકવાની તાકાત છે. પરંતુ કુદરતે આપણા બચાવ માટે જ આકાશમાં ઊંચે ઓઝોન વાયુનું કવચ તૈયાર કર્યું છે. ઓઝોનની આ ચાદર અધો રક્ત કિરણોને શોષી લઈને સૂર્યનાં કિરણોને ધરતી પર મોકલે છે.