૧૫. કમજોર કડી – સોગંદ

જે માણસ આધુનિક બનતો જાય છે તેમ તેમ નિર્દોષતા અને પ્રમાણિકતા ગુમાવતો જાય છે એથી એના માટે સોગંદ અપ્રમાણિકતા આચરવાના અને છેતરપિંડી કરવાના એક અમોઘ સાધનની ગરજ સારે છે.

‘આનંદવન’ – આનંદના અનુભવની અભિવ્યક્તિ

વિચારવાનો એક અનોખો આનંદ છે અને એનાથી જીવનની અનેક બારીઓ ખૂલે છે તથા ચારે બાજુથી પ્રકાશ અને ખુલ્લી હવા જીવનમાં પ્રવેશીને જીવનને સતત તાજું કરતી રહે છે એ વાત પ્રત્યક્ષ અનુભવ વિના કદી આત્મસાત થાય તેવી નથી. એટલે એમ પણ કહેવાનું મન થાય છે કે ‘આનંદવન’ મારા આવા અનુભવની જ અભિવ્યક્તિ છે. – દિવ્યેશ ત્રિવેદી

આનંદનો મનાનંદ

‘આનંદવન’ નિબંધ સંગ્રેહની પ્રસ્તાવના પદ્મશ્રી ડૉ. પ્રવીણ દરજીએ લખી છે, તે પરમ આનંદ અને ગૌરવની વાત છે. હ્રદયપૂર્વક અનુગ્રહ વ્યક્ત કરું છું.