કાયદાની પરિભાષામાં ટેલિફોન પર કોઈને હેરાન કરવું, બિભત્સ વાતો કરવી, અઘટિત માગણીઓ કરવી કે ધમકી આપવી એ ગુનો બને છે. અપૂરતી કાનૂની જોગવાઈઓ છતાં આ રીતે તોફાન કરતાં પકડાય તેને ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનેગાર ઠરાવીને જેલ કે કેદની સજા પણ થઈ શકે છે. પરંતુ મોટા ભાગના લોકો આવી લાંબી પળોજણમાં પડવાનું ટાળે છે.
Tag: Psychology of Behaviour
સાયકોગ્રાફ ૪. ‘બોડી લેંગ્વેજ’નું વિજ્ઞાન
વર્તનનું મનોવિજ્ઞાન કહે છે કે આપણે સભાન ન હોઈએ કે સ્પષ્ટ વિચારતાં ન હોઈએ તો પણ આપણા મનની વાત આપણું શરીર વિવિધ પ્રકારનાં હલનચલનો દ્વારા બોલી નાંખતું હોય છે. આંખ, હોઠ, ચહેરો, ગરદન, હાથના ઉલાળ, ચાલ ઢાલ, ઊભા રહેવાની રીત, બેસવાની પધ્ધતિ, હાસ્ય અને સ્મિત, હોઠનું હલનચલન વગેરે તમામ બાબતો સતત કંઈક ને કંઈક કહેતી હોય છે.