પાઠ્યપુસ્તકોમાં આવતી અતિશય શાસ્ત્રીયતા અને પારિભાષિક શબ્દોની ભરમાર મનોવિજ્ઞાન જેવા રસપ્રદ વિષયને પણ કયારેક કંટાળાજનક બનાવી દેતી હોય છે. વિદ્યાર્થીઓને ભણાવવા માટે લોકભોગ્ય અને વ્યવહારુ ઉદાહરણો સમેત સરળ છણાવટ થવી જોઈએ. પરમ મિત્ર અને મનોવિજ્ઞાનના પ્રખર અભ્યાસી પરેશ પંડ્યા વખતોવખત પાઠ્યપુસ્તકોના મનોવિજ્ઞાન પ્રત્યે બળાપો કાઢે છે. ‘સાઈકોગ્રાફ’ના નિબંધો પરત્વે એમણે સંતોષ વ્યકત કર્યો એને હું મારા પ્રવાસની સાર્થકતા ગણું છું.
Tag: Rajani Vyas
પ્રસ્તાવના – માનવ મનનું સોફટવેર
શ્રી દિવ્યેશ ત્રિવેદીનું વ્યક્તિત્વ બહુઆયામી છે. વિવિધ વિષયોમાં રસ ધરાવતા આ સન્મિત્રને, વિષયમાં ઊંડા ઊતરવાની અને નવનીત પામવાની ક્ષમતાને-તેમના પરિચયમાં આવનાર સૌ કોઈ જાણે છે. અમદાવાદના ‘સમભાવ’ અને મુંબઈના ‘સમાંતર’માં તેમની આ લેખમાળા ‘માનસ’ સર્વત્ર પ્રશંસા અને આવકાર પામી છે. જીવનના ધબકાર જે કોઈ સાંભળી શકે છે તેવા સૌ કોઈને આ પુસ્તક ગમશે.
– રજની વ્યાસ