‘આનંદવન’ – આનંદના અનુભવની અભિવ્યક્તિ

વિચારવાનો એક અનોખો આનંદ છે અને એનાથી જીવનની અનેક બારીઓ ખૂલે છે તથા ચારે બાજુથી પ્રકાશ અને ખુલ્લી હવા જીવનમાં પ્રવેશીને જીવનને સતત તાજું કરતી રહે છે એ વાત પ્રત્યક્ષ અનુભવ વિના કદી આત્મસાત થાય તેવી નથી. એટલે એમ પણ કહેવાનું મન થાય છે કે ‘આનંદવન’ મારા આવા અનુભવની જ અભિવ્યક્તિ છે. – દિવ્યેશ ત્રિવેદી