૧૯. મોકળાશ: સફળતાની OBCD!

19. Openness – OBCD of Success! સામાજિક સંબંધોની અનિવાર્યતા અને ઉપયોગિતા વિષે જેટલું કહીએ એટલું ઓછું જ પડે. છતાં ફરી ફરીને એક જ વાત કહેવાની થાય છે કે આપણે જેને સમાજ કહીએ છીએ એ ભલે દેખીતી રીતે વિશાળ હોય, પરંતુ આપણા માટે તો આપણો સમાજ પ્રમાણમાં ઘણો નાનો છે અને આપણે ધારીએ તો એ સમાજ… Continue reading ૧૯. મોકળાશ: સફળતાની OBCD!

૧૮. સંબંધોની તંદુરસ્તીનો ઉપચાર!

આપણા સંબંધોની દુનિયામાં ગાબડાં પડે ત્યારે આપણે એનાં કારણોમાં ઊંડા ઊતરતા નથી. એમાં સહેજ જ ઊંડા ઊતરીએ તો સમજાઈ જાય છે કે આપણે એ પાંચ-પચીસ માણસો સાથે પણ સ્વસ્થ આંતરક્રિયા સ્થાપવામાં નિષ્ફળ ગયા છીએ. આ નાનકડા સમુદાય સાથે પણ સ્વસ્થ આંતરક્રિયા જળવાય તો આવાં ગાબડાં પડતાં નથી. જેમની સાથે આપણે વારંવારની લેવાદેવા ઊભી થતી હોય એમની સાથેના સંબંધોમાં સ્વસ્થતા જાળવી જરૂરી છે.

૧૭. સંબંધોની ટ્રાફિક-સેન્સ!

આપણા સમાજમાં સમજદારી કરતાં ગેરસમજનું પ્રમાણ વિશેષ છે. આપણા કોઈ પણ વર્તનને કોઈ કેટલું સાચી રીતે સમજે છે, એના કરતાં ગેરસમજ નથી કરતું એની ચિંતા વિશેષ રહે છે. આપણા સામાજિક વલણ વિષે પણ ગેરસમજોને ઘણો અવકાશ રહે છે. એટલે જ દરેક વર્તનની પાછળ વિવેક જરૂરી છે.

૧૬. સામાજિકતાને સફળતાની કેદ!

આજનું જીવન ખૂબ સંઘર્ષમય છે. આપણે ઘડિયાળના કાંટે જીવીએ છીએ. અકારણ કોઈને મળવા જવાનો સમય કાઢવાનું મુશ્કેલ લાગે છે. આ વાસ્તવિકતા છે. આવા સંજોગોમાં કમ સે કમ આપણે પ્રસંગો સાચવી શકીએ તો પણ એનું સામાજિક મૂલ્ય ઓછું નથી. લગ્ન પ્રસંગે કે માઠા પ્રસંગે જઈને ઊભા રહેવું એ પણ સદ્ભાવની કડી સ્થાપે છે.

૧૫. સાંભળે એ જ સમજે!

સારો શ્રોતા જ સામા માણસની વાતને બરાબર સમજી શકે છે. કેટલીક વાર સામા માણસે જે કહ્યું એ કરતાં જે નથી કહ્યું એ પણ સાંભળવું અને સમજવું અગત્યનું હોય છે. સારો શ્રોતા જ આ સમજી શકે છે.

૧૪. મન માગે છે વિચારોનું ઊંજણ!

અસ્પષ્ટ વિચારો એ મોટા ભાગના માણસોની સૌથી મોટી સમસ્યા છે. કોઈપણ બાબતને એનાં હકારાત્મક અને નકારાત્મક પાસાં હોય છે. કેટલાક માણસો વિચારવા બેસે છે ત્યારે એક જ દિશામાં વિચારવા માંડે છે. આને કારણે એમને સાચી અને સ્પષ્ટ દિશા મળતી નથી. વિચારોમાં મોકળાશ એ સ્વસ્થ અને ઉપયોગી વિચારણાની અનિવાર્ય શરત છે.

૧૩. સમયના આયોજનથી સંતોષનું સુખ!

સમયનું આયોજન કરીને પૂર્ણ કરેલું કામ ખૂબ સંતોષ આપે છે, એટલું જ નહિ આપણને આપણી જાત પ્રત્યે માન થાય છે અને નવા કામ માટે ઉત્સાહ પ્રગટે છે. અધૂરું કામ અજંપો અને અસંતોષ આપે છે. જે સરવાળે નિષ્ફળતા અને હાર આપે છે. મહાકવિ ગેટેએ પણ કહ્યું છે કે આપણે આપણા પ્રત્યેક દિવસનું મૂલ્ય સમજીએ તો એનાથી વધુ પ્રશંસાનીય વર્તન બીજું કોઈ નથી.

૧૨. સમો ભણે તે પંડિત!

સમયનું એક ગણિત કહે છે કે, ૬૦ વર્ષના આયુષ્યમાં આપણે સરેરાશ ૮ કલાકની ઊંઘમાં દિવસનો ત્રીજો ભાગ ઊંઘવામાં કાઢીએ છીએ. બે ટાઈમ જમવામાં, નહાવા-ધોવામાં, ગપ્પા મારવામાં કે ટી.વી. જોવામાં દિવસના બીજા છ કલાક એટલે કે ચોથો ભાગ, સરવાળે ૧૫ વર્ષ પસાર થાય છે. આ દ્રષ્ટિએ જીવનનો અડધો ઉપરાંત સમય એવો જાય છે, જેમાં આપણે રીતસર કોઈ પ્રવૃતિ કરતા નથી. શું આપણે જીવનના સક્રિય સમયમાં વૃદ્ધિ કરી શકીએ?

૧૧. પ્રશંસાનું મૂલ્યવાન ટૉનિક!

પ્રશંસા અને સ્પંદન ભૌતિક રીતે સાવ સસ્તી છતાં માનસિક રીતે બહુ મૂલ્યવાન ચીજ છે. આપણે એને માટે કોઈ જ ખર્ચ કરવો પડતો નહિ હોવા છતાં આપણે એમાં કંજૂસાઈ કરીએ છીએ. ક્યારેક આપણી પ્રશંસાના બે શબ્દો સામા માણસને કેટલી તાકાત વડે ભરી દે છે એનો અંદાજ આપણને આવતો નથી.

૧૦. ગુસ્સાનાં વિનાશકારી ઘોડાપૂર!

આપણને ગુસ્સો ક્યારે આવે છે? ગુસ્સો આવ્યા પછી કેટલીય વાર તો પસ્તાવો કરીએ છીએ. આપણે બે જ પરિસ્થિતિમાં ગુસ્સે થતાં હોઈએ છીએ – આપણે ખોટા પડીએ અને બીજાઓ સાચા હોય ત્યારે આપણો અહમ્ ઘવાતાં આપણે ગુસ્સે થઈએ છીએ અને આપણે સાચા હોઈએ ને બીજાઓ આપણી વાત સ્વીકારતાં ન હોય ત્યારે ગુસ્સો આવે છે. એનો અર્થ એ કે, જો આપણે સાચા હોઈએ તો ગુસ્સો કરવાની જરૂર નથી અને ખોટા હોઈએ તો ગુસ્સે થવાનો આપણને અધિકાર નથી.