૯. રસના રસાયણમાં નવ રસ!

Nine Rasas in Alchemy of Interest! વિશ્વવિજેતા સિકંદરના જીવન વૃત્તાંત પર નજર કરીએ તો આપણને એમ જ લાગે કે સિકંદરને યુધ્ધ ખેલવા અને નવા નવા પ્રદેશો જીતવા સિવાય બીજા કશામાં રસ નહોતો. પરંતુ ઇતિહાસ કહે છે કે આવું અવલોકન સાચું નથી. યુધ્ધ ખેલવું અને નવા નવા પ્રદેશો જીતવાનો એનો રસ મુખ્ય હતો, કહો કે એ… Continue reading ૯. રસના રસાયણમાં નવ રસ!

૮. હકારના હલેસે હૈસો!

હકારનાં વિશિષ્ટ ચશ્માં ચડાવ્યા પછી નજર જ બદલાઈ જાય છે. એક વખત એ ચશ્માં પહેરી લેનારને બધું જ હકારાત્મક દેખાય છે. એના શબ્દકોશમાંથી નકારાત્મકતાની બાદબાકી થઈ જાય છે. ગમે તેવી કપરી અને ભીષણ લડાઈ પણ પોતાને જીતવા માટે જ નિર્માઈ છે એવો એમાંથી અર્થબોધ થાય છે.

૭. પહેલ કરે એનાં પાસાં પોબારા!

પહેલ કરનારે સૌથી મોટો માનસિક સંધર્ષ અજ્ઞાત ભય અને આકસ્મિક અવરોઘોના ડર સામે ખેલવાનો હોય છે, પહેલ કરનારનું એક જ સૂત્ર હોય છે : “Come what may!” જે થવું હોય તે થાય, યાહોમ કરીને પડો એ જ એક મંત્ર હોય છે.

૬. ધ્યેય વિના સિધ્ધિ કેવી?

માણસ સ્વપ્નશીલ છે અને મહત્વાકાંક્ષી પણ છે. આથી જ ધ્યેયને આપણી શક્તિ, મર્યાદાઓ, આપણાં સાધનો, આગળ જતાં જરૂરી સાધનો ઊભાં કરી શકવાની ક્ષમતા, અવરોધો પાર કરવાની તાકાત અને શક્તિ મર્યાદાના સંદર્ભમાં એને મૂલવવું જરૂરી બને છે. આમાંનો એક પણ સંદર્ભ ચૂકી જવાય તો ધ્યેયસિદ્ધિ પાછી ઠેલાઈ જાય છે.

૫. કામ એ જ પૂજા!

ઘરમાં, સમાજમાં કે નોકરી-વ્યવસાયમાં વ્યાપક ધોરણે કાર્યસંસ્કૄતિની અછત વર્તાય છે. ધીમે ધીમે આ રોગ વ્યક્તિગત મટીને સામાજિક અને રાષ્ટ્રીય બનતો ગયો છે. એથી જ એક વ્યક્તિની માફક સમાજ અને રાષ્ટ્ર પણ વિજયપથ પરથી ઊતરી ગયું હોય એવો અનુભવ થાય છે.

૪. ડર ગયા સો મર ગયા!

કેટલીક વાર શું હોવું એ જેટલું જરૂરી હોય છે એટલું જ જરૂરી શું ન હોવું એ પણ હોય છે. ડરનું પણ એવું જ છે. ડરની ગેરહાજરી એ પણ એક રીતે હિંમતનું જ બીજું નામ છે. ડર માણસનો સાહજિક સ્વભાવ છે. પરંતુ એના પર પ્રભુત્વ મેળવવું એ જ માણસનું લક્ષણ છે.

૩. શરૂ કરે એ જ પૂરું કરે!

‘મહાભારત’ કે ‘રામાયણ’ જેવાં મહાકાવ્યોના રચયિતાએ પણ પહેલાં કાગળ પર પહેલો અક્ષર તો લખ્યો જ હશે ને! એક અક્ષર લખ્યા પછી શબ્દ અને શબ્દો વડે વાક્યો કે શ્લોકો રચાયા હશે અને એમ જ મહાકાવ્ય રચાયું હશે. પહેલો અક્ષર જ ન પડયો હોત તો!

૨. હસતું મન તો હસતું તન!

હસતો ચહેરો પોતે જ હળવાશનું પ્રતીક છે. માનસિક પરિસ્થિતિ તંગ કે દુઃખી હોય ત્યારે નવા અને સર્જનાત્મક વિચારો આવતા નથી. હિંમત અને સ્ફૂર્તિ અનુભવાતાં નથી. પરિણામે કોઈ કામમાં ભલીવાર આવતો નથી. જે કામમાં ભલીવાર જ ન હોય એમાં વળી જીત મેળવવાની વાત કેવી? આપણામાં એટલા જ માટે કહેવાય છે કે ‘હસે તેનું ઘર વસે’ ઘર વસાવવું એટલે સિદ્ધિ પ્રાપ્ત કરવી.

૧. સિકંદર એટલે વિજયનું પ્રતીક!

લડાઈ વિના ખરેખર તો આપણી એક પળ પણ પસાર થતી નથી. હર ક્ષણ કોઈક ને કોઈક યુદ્ધ ચાલતું જ રહે છે. એટલે જ જીવનને રણસંગ્રામ કહેવામાં આવે છે. આજે સમય બદલાયો છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના અદ્ભુત વિકાસે એક તરફ સગવડો આપીને ઘણી સવલતો કરી આપી છે તો બીજી તરફ એ બધું જ મેળવવા માટે સંઘર્ષની જરૂરિયાત ઊભી કરી છે.

નસીબના નિર્માણમાં ઈંટ અને પથ્થર – દિવ્યેશ ત્રિવેદી

વિજેતાપદ નસીબમાં લખાઈને આવતું નથી, નસીબની કિતાબના પાના પર આપણે જ લખવાનું હોય છે. પંડિત જવાહરલાલ નેહરુ સાચું જ કહેતા હતા કે, ‘માણસ પોતે જ પોતાના નસીબનો નિર્માતા છે.’ આ પુસ્તક નસીબના નિર્માણમાં ઇંટ અને પથ્થરની ભૂમિકા અદા કરશે તો એ લખ્યું સાર્થક.