૩૪. એનું જ નામ જિંદગી!

જિંદગીમાં જે અપેક્ષા કરી હોય તે ફળીભૂત ના થાય પછી જે કંઇ બને તેને સ્વીકાર્યા વગર પણ છૂટકો હોતો. એનું જ નામ તો જિંદગી!!

૩૩. કબૂતરનો માળો

પોતાનું ઘર – સપનાનું ઘર બનાવવામાં પતિ-પત્ની વચ્ચે ઘણીવાર પ્રેમને બદલે ટકરાવના બનાવો વધુ બનતા હોય છે. એક છતની નીચે સ્નેહથી રહેવાને બદલે વાતાવરણ તંગ થઈ જતું હોય છે. ચાર દીવાલો કરતાં પ્રેમ વધુ મહત્ત્વનો છે, એ વાત સમજાઈ જાય તો જ મકાન ઘર બનતું હોય છે.
‘મેરે ઘર આના જિંદગી – મેરે ઘર કે આગે મહોબ્બત લિખા હે’ આ ભાવ જરૂરી છે.

૩૨. પથ્થરનું રૂદન

જિંદગી પરમ સ્વતંત્રતા ઝંખે છે. એકે એક કણ – બ્રહ્માંડમાં વસતો મુક્તિ ચાહે છે. માણસ પણ.. અને એ બીજાનો માલિક થવા પણ ચાહે છે. આ જ વિડંબના છે.

૩૧. અને ભર્તુહરિ ચાલી નીકળ્યો!

વિચાર પ્રક્રિયાને સજગતાપૂર્વક જોવી અને તેના સાક્ષી બનવું ખૂબ કઠીન છે, કદાચ એ સજગતા કેળવવી એ જ સાધના છે.

૩૦. કરમાતો ગુલમહોર

પૈસાદાર અને પ્રતિષ્ઠિત મા-બાપના સંતાનોને પોતાની ઈચ્છાથી જીવવાનો કે પરણવાનો કોઈ હક નહીં? એમને તો એમના માતા-પિતાને ખુશ રાખવા પોતાની લાગણીઓની કુરબાની જ આપવાની! સમાજનો આ જ શિરસ્તો રહ્યો છે અને ગુલમહોર કરમાતા રહે છે.

૨૯. અકસ્માત

વિહારી કોઈ પણ માણસની ઓળખાણ વગર મદદ કરવા કેમ જતો રહેતો હતો?
મદદ કરતી વખતે તે કોને શોધ્યા કરતો હતો?
શું ભગવાન આ સ્વરૂપે પણ અવતરે છે?
એક અકસ્માત વ્યક્તિની જિંદગી એકાએક કેવી રીતે બદલી નાંખે છે?

૨૮. વિકૃત વાસના

સુધાબેનના પતિ નયનભાઈને સ્ત્રીઓના કપડાં પહેરવા, ઘરેણાં પહેરીને શણગાર સજવાનો શોખ હતો. તેઓ સુધાબેનને કહેતા મને ‘નયના’ કહીને બોલાવ. માનસિક વિકૃતિનો શિકાર બનેલા નયનભાઈ હવે ઑપરેશન કરાવીને સ્ત્રી બનવા માગતા હતા.
‘વિકૃત વાસના’ વાર્તામાં નયનભાઈ અને સુધાબેનના જીવનમાં આવેલું વાવાઝોડું ક્યારેય શમી શકશે ખરું?

૨૭. છેલ્લી મુલાકાત

‘કુછ તો લોગ કહેંગે..’ લોકોને કોઈના પણ વ્યક્તિગત જીવન પર ટીકાટિપ્પણી કરવાની એક સામાન્ય ટેવ હોય છે, જે તેના સામાજિક જીવનને હલબલાવી નાંખે છે. સામાજિક જીવનના માપદંડો કેટલીક વખત વ્યક્તિગત સ્વતંત્રતા પર તરાપ બની જતાં હોય છે.

૨૬. પ્રેમ અને પુરાવા

બાળકોને પ્રેમ કરવા માટે તેઓને જન્મ આપવો જરૂરી જ છે?
જન્મદાતા પોતાના સંતાનોને કાયમ પ્રેમ કરે છે ખરા?
અદાલત પ્રેમના કયા પુરાવાઓ માન્ય રાખે?
જન્મ ન આપ્યો હોય તેવી વાત્સલ્યસભર વ્યક્તિ બેજવાબદાર માતા-પિતાના સંતાનનો કબજો માંગી શકે?
વિવાદાસ્પદ અને પેચિદા સંજોગો ક્યારેક અનેક સવાલો ઊભા કરે છે.

૨૫. વીતેલી ક્ષણોનું પુનરાગમન

પ્રેમ એ તો પરસ્પરના સમજદારીભર્યા અધિકારનો સંબંધ છે. અણસમજમાં જ્યારે અહમ્ વચ્ચે આવી જાય ત્યારે અકારણ અનર્થ સર્જાઈ જતો હોય છે. ત્યારે જિંદગીભરનો પસ્તાવો હાથમાં રહી જાય છે.