૨૪. વિપરીત કાટલાં

ભારતીય સમાજમાં સાસુ અને વહુના સંબંધો પ્રેમાળ હોવાને બદલે વણસેલા વધુ જોવા મળે છે. દીકરી સાસરે જઈને બધો કારભાર સંભાળી લે તો વખાણ અને એવી રીતે ઘરની વહુ જો કરવા જાય તો વગોવણી. પુત્રવધૂ ભાગ્યે જ દીકરી લાગતી હોય છે.

૨૩. શાશ્વતની સફર

સૈનિક પોતાના હથેળીમાં મોતને બહાદૂરીપૂર્વક લઈને જીવતો હોય છે. એની સાથે એની મા અને પત્ની પણ એ જ મોતને સાહસિકતાપૂર્વક ખમી જનારા લડવૈયા હોય છે. તેઓના સ્મરણોની સાથે પોતાની એકલતાને પણ બહાદૂરીપૂર્વક ખમી જાય છે.

૨૨. પારકું સપનું

સારાંશઃ
બાળકોને પોતાના સપનાં પણ હોય છે. ખલીલ જિબ્રાન કહે છે કે, માતા-પિતા સંતાનોના ટ્રસ્ટી છે, માલિક નહીં. બાળકોને માત્ર ડૉક્ટર, એન્જિનિયર, મેનેજર બનાવવાની હોડમાં તેનું વ્યક્તિત્વ જ ન છીનવાઈ જાય તે વિચારવું અતિ આવશ્યક છે.

૨૧ ઘટમાળની બહાર

બે બહુ બુધ્ધિશાળી અથવા બે એકદમ મૂર્ખાની મૈત્રી જ ટકતી જોવા મળે છે. એમાં કજોડું ન ચાલે… પરંતુ ક્યારેક આવી વિધાયક પરિસ્થિતિમાં પણ વિરુધ્ધ પરિણામો આવે છે… અને એ પછી એવા પ્રસંગો બની જતા હોય છે કે એમાંથી અવનવા વળાંકો જન્મ લે છે.

૨૦ શોધ

જીવનની પળે પળમાં કોઈક રહસ્ય છૂપાયેલું જ હોય છે અને એ રહસ્યોને શોધવાની વ્યર્થ ચિંતામાં આપણે જે ક્ષણો ગુમાવીએ છીએ, એનું નામ જ કદાચ જિંદગી છે. શા માટે આપણે અગણિત રહસ્યમય પળની પાછળ પડીને સમય વ્યતીત કરીએ?

૧૯ રંગો

મન અને રંગો વચ્ચે બહુ ઊંડો સંબંધ છે. રંગોને જોઈને મન પ્રતિક્ષણ જે મનોભાવો અનુભવે અથવા અનુભવેલા જગતને રંગો સાથે જોડવા એ બંનેને જોવાની, ઝીલવાની અને શબ્દબદ્ધ કરવાની કળા અહીં ઝીલાઈ છે.

૧૮ મમ્મી….

મા શબ્દ ચમત્કારિક અને સામર્થ્યવાન છે. સામાજિક સંબંધોના ગણિત અને તેના કેટલાક ધોરણો સ્ત્રીને અમૂક વ્યવહારો કરવા માટે મજબૂર કરી દે છે. કોઇ પણ સ્વરૂપમાં મા તો મા જ રહે છે.

૧૭ તણખા

પતિના નારાજ વર્તન વ્યવહારથી પત્ની સતત બળ્યા કરે છે, સામે બોલી કે પૂછી શકતી નથી. પત્નીની આ મનોવ્યથા સગડી પર રોટલી કરતી વખતે કોલસામાં ઉડતા તણખા સાથે જોડાયા કરે છે. આ પ્રતીકાત્મક રજૂઆત વાર્તાને ધારદાર બનાવે છે.

૧૬ ઉંબરો ઓળંગી ગઈ….

આપણા સમાજમાં સ્ત્રીના શીલ અને ચારિત્ર્યને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે. લગ્ન પછી તે જો પતિ સિવાય કોઇ અન્ય પુરૂષ સાથે શારીરિક સંબંધથી જોડાય તો આખું જીવન ગુનાઈત લાગણી સાથે જ જીવે છે. આ જ બાબત પુરૂષ સાથે બને તો અલગ ચશ્માથી જોવાય છે.

૧૫ એક અટવાતી રાત

સમાજમાં સ્ત્રી – પુરૂષની ભૂમિકાના સંદર્ભમાં વર્ષોથી એક ભેદભાવ ચાલ્યો આવે છે. પુરૂષને લગ્નેતર સંબંધની છૂટ પણ પત્નીએ તો સીતાની માફક પતિવ્રતા જ રહેવું જોઇએ. જ્યારે કોઇ સ્ત્રી આ અંગે વિદ્રોહ કરે તો?