૧૪ જંગલનાં ફૂલ

વ્યક્તિ અને સમાજ માટે પ્રેમની પરિભાષા અલગ અલગ છે. સંબંધોમાં એની સમજૂતીઓ અલગ જ વળાંકો લેતી હોય છે. આવા અવનવા વળાંકો પર સંબંધોની આંટીઘૂંટી એટલે ‘જંગલના ફૂલ.’

૧૩ પ્રતિક્રિયા

એકાંત અને એકલતા વચ્ચે એક અંતર છે. મન પર સવાર થયેલી એકલતા રાત્રિને ભેંકાર બનાવી દે છે. સંગાથ વિનાની જિંદગી કબ્રસ્તાન બની જાય છે.

૩. કંઇ મોડું ન થઇ જાય!

ભૌતિક સુખોની દોડ પાછળ માણસ પોતાના જ સ્વજનો સાથે જીવવાનું અને જીવનની અસલી મજા માણવાનું ચૂકી જાય છે. જીવી લો!! કંઇ મોડું ન થઇ જાય!

૧૨. ત્યારે અને આજે

જે સિદ્ધાંતવાદી અને મૂલ્યોને જીવનમાં પ્રાધાન્ય આપે છે તેઓ માટે પહેલાના અને અત્યારના સમયમાં ખૂબ તફાવત અનુભવાય છે. અને તેઓ સવાલ કરે છે – ‘ત્યારે અને આજે’

૧૧. પહેલું વિઘ્ન

પત્રકારત્વને ચોથી જાગીર ગણવામાં આવે છે. સંવેદનહીન લોકોની વચ્ચે ઉચ્ચ વ્યક્તિગત મૂલ્યોને ગમે તેટલા ઊંચ પદ પર રહીને પણ લાગુ પાડી શકાતા નથી, તેની વ્યથા. જે સમજે તેને જ થાય.

૯. પદચિહ્ન

લગ્ન પહેલાં કરેલી ભૂલોનો એકરાર ભાવિ પતિ સાથે કરવો જોઇએ કે નહીં એ હંમેશાં ચર્ચાસ્પદ મુદ્દો રહ્યો છે. ભાવિ જીવનસાથી સાથે નિખાલસ અને પ્રામાણિક રહેવાની જયશ્રીની સચ્ચાઇ અંતમાં શું પરિણામ લાવે છે?

૭. સંબંધ

આપણે સહુ સંબંધોના વિશ્વમાં જીવીએ છીએ, પણ એ સંબંધો પછી લોહીના હોય કે વ્યાવસાયિક હોય મિત્રતાના હોય ક્યાંકને ક્યાંક તેમાં ગણતરીઓનો અનુભવ થાય છે. શું એવો પણ સંબંધ હોઇ શકે કે જ્યાં કોઇ અપેક્ષા જ ન હોય?

૬. જિજીવિષા

જિંદગી વિરોધાભાસથી ભરેલી છે. કોઈ મૃત્યુથી બચે છે તો કોઈ તેના આસાન મૃત્યુ માટે પ્રાર્થના કરે છે.

૫. પરિણતિ

આચાર્ય રજનીશ કહે છે તેમ મૃત્યુ તો મહોત્સવ છે. એનો શોક ન કરાય. મૃત્યુને જીવનની પરિણતિ માનવી જોઈએ.
જીવનને એની સમગ્રતા સાથે જીવવું જોઈએ. જીવનમાં સુખ-દુઃખની આવનજાવન તો રહેવાની જ છે. પરંતુ તે અંગે ક્યારેય ઓછું ન લાવવું જોઇએ. સમગ્રતાથી જ જીવવું જોઈએ. એનાથી જ શાંતિ મળે છે. પણ શું આ ભાવનાથી કોઈ જીવી શકે?

3. થીજેલી પળ

મિત્રતા સંબંધોનું અદ્ભુત ઘરેણું છે. તે જીવનમાં વૈભવ લાવી શકે છે.