૯. પ્રકૃતિની ગોદમાં સુખથી છલકતું ગામ – સુખપુરા

સુખપુરા ગામની મુલાકાતે પ્રેમ અને આનંદનો અનુભવ કરાવ્યો તો જીવનની અસલી ઓળખાણ પણ કરાવી. ખેડૂતને જગતનો તાત કેમ કહે છે, તેનો બોધ થયો. પ્રત્યેક નાગરિકને છ મહિના લશ્કરની અને છ મહિના ખેતીવાડીની તાલીમ ફરજિયાત આપવી જોઈએ, જેથી તે દેશ અને અન્નનું મહત્ત્વ સમજે, તેના પ્રત્યે સંવેદનશીલતા કેળવે અને તેનો બગાડ થતાં અટકાવે.