૩૦. સ્વપ્નનો સોહામણો આકાર!

અમેરિકામાં વસતા એક ભારતીય બલબીર માથુરને ઉઘાડી આંખે એક સપનું આવ્યું, જેમાં એણે સમગ્ર પૃથ્વીને વૃક્ષોથી છવાયેલી જોઈ.
સપનું સાકાર કરવા આ માણસ રીતસર મચી પડ્યો. ‘ટ્રીઝ ફોર લાઈફ’ નામની સંસ્થાની સ્થાપના કરી અને ભારતમાં વૃક્ષો વાવવાનું બીડું ઝડપ્યું.

૨૯. એક ટાપુ પર કયામત!

હવા અને સમુદ્રના પ્રદૂષણને કારણે માલદીવની સીમાઓ સંકોચાતી જાય છે અને દરિયો દિવસે દિવસે ઊંચો ઊડતો જાય છે. ભય તો એવો સેવાય છે કે ૫૦ વર્ષ પછી આખો ટાપુ સમુદ્રમાં ગરક થઈ જશે!

ર૪. આવતીકાલની ચિંતા આજે!

તોતિંગ મકાનો, બહુમાળી ઈમારતો, રાક્ષસી ઉદ્યોગો, અજગરી સડકો અને ફેફસાં તથા કાનની એરણ પર આક્રમણ કરતાં વાહનોનાં જંગલમાં પ્રકૃતિ તો જાણે ખોવાઈ જ ગઈ છે!
વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસની સાથે આ બધું જ જરૂરી છે. પરંતુ એકને અપનાવવા જતાં બીજું સદંતર ખોઈ બેસવાથી દાખલો સાવ ખોટો નથી પડતો?

૧૯. અભયારણ્યો કેટલાં?

19. How many Sanctuaries? કુદરતે તો માનવી અને પ્રાણીઓનું સહ-અસ્તિત્વ જ ઝંખ્યું છે. પરંતુ અવિચારી માનવ પોતાના વિકૃત શોખ, પાશવી આનંદ અને મેલી ભૂખને પોષવા માટે થઈને નિર્દોષ પ્રાણીઓની બેફામ કતલ કરતો આવ્યો છે. પરિણામે  દુનિયાના નકશા પરથી આજે કંઇક પ્રાણીઓનું અસ્તિત્વ જ ભૂંસાવા બેઠું છે! થોડોક સધિયારો એ વાતે મળે છે કે હવે રહી… Continue reading ૧૯. અભયારણ્યો કેટલાં?

૧૮. ગીરનું ગૌરવ કયાં ગયું?

18. Where did Gir’s pride go? ગીરનાં જંગલો અને ગીરના સિંહોનું ગૌરવ લેવાનો હવે આપણને કોઈ જ અધિકાર નથી. માત્ર છેલ્લાં પચાસ વર્ષોમાં ગીરના જંગલનું કદ આપણે પા ભાગનું કરી નાખ્યું છે અને એને પરિણામે સિંહોની વસ્તી પણ ઘટી છે. છેક બરડા ડુંગરો સુધી પથરાયેલા ગીરનાં જંગલને હવે એ બોડા ડુંગરા ઘૂરકિયા કરે છે. હજુય… Continue reading ૧૮. ગીરનું ગૌરવ કયાં ગયું?

૧૭. કુદરતનાં એરકન્ડીશનર

અમદાવાદ જેવા શહેરોમાં ત્રણ ઋતુઓ હોય છે- ગરમીની, વધુ ગરમીની અને કાળઝાળ ગરમીની આવા શહેરમાં એક લાખ વૃક્ષો હોય તો શહેરને એક જ ઝાટકે દસ લાખ એર-કન્ડીશનર મશીનોની ઠંડક મળે!

૧૬. વનવાસીઓનો પણ વિચાર તો કરવો જ પડશે!

જંગલોના રક્ષણ માટે સરકાર એક આખું તંત્ર નિભાવે છે. જંગલોને બચાવવા હોય તો વનવાસીઓની જરૂરિયાતોનો પણ વિચાર કર્યા વિના ચાલે નહિ. આ માટે આપણે સામાજિક વનીકરણનો કાર્યક્રમ તો ઉપાડયો, પરંતુ એ પાર કેટલો પાડ્યો?

૧૫. રાચરચીલું શાને માટે?

ઘરની સજાવટ એ અંદરની આવડત છે. લાકડાને બદલે લોખંડ, પ્લાસ્ટિક અને એવી બીજી વસ્તુઓ ન વાપરી શકાય?
એક જબરજસ્ત ઝુંબેશ વિના આ માનસિકતામાં પરિવર્તન નહિ લાવી શકાય.

૧૪. આવા દેખાડા શા કામના?

પર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષારોપણના કાર્યક્રમો અવશ્ય થાય છે, ફોટા પડાવીને તેની જાહેરાતો પણ થાય, પરંતુ તેની જાળવણી કોણ કરે છે? વાવેલા છોડ શું કલાક માટે પણ જીવ્યા ખરા?

૧૩. કુહાડી અને કવિતા!

એક જ જગ્યાએ તપસ્વીની માફક ઊભું ઊભું પણ વૃક્ષ જિંદગીના આરંભથી અંત સુધી માણસ જાતનો સાથ નિભાવે છે. તો ય આપણે જંગલમાં મંગલ કરવા જંગલોને ઉજાડતા જ ગયા છીએ. પરિણામે મંગલનું જંગલ થઇ ગયું છે.